Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

Share

ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર સાંસદ મનસુખભાઇ વસાવાને સન્માનિત કરાયા

આદિવાસી સમાજ સવૉગી વિકાસ એકમાત્ર લક્ષ્ય : સાંસદ મનસુખભાઇ વસાવા

Advertisement

પુવઁધારાસભ્ય મહેશભાઈ વસાવાએ કાયઁક્રમનું આયોજન કયુઁ

તા.૧૯-૦૭-૨૦૨૪ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ-ડેડીયાપાડાના પુવઁધારાસભ્ય મહેશભાઈ વસાવા લોકસભાની ચુંટણી પહેલા જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.આદિવાસી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર મહેશભાઈ વસાવા અને તેમના સમથઁકોએ નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ ચંદેરીયા વ્હાઇટ હાઉસ ઉપર ભરૂચ લોકસભાના સતત સાતમી વખત સાંસદ તરીકે ચુંટાઇ આવેલા મનસુખભાઇ વસાવાનો સન્માન સમારંભના કાયૅક્રમનું આયોજન કર્યુ હતું.જેમાં પુવઁધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજના યુવાનોને જીઆઇડીસી નોકરી મળે,પીવા-સિંચાઈ માટેનું પુરતું પાણી મળે અને ગામે-ગામનો વિકાસ થાય તે માટે સૌ ભેગા મળીને એકસાથે કામ કરીએ તેવું આહ્વવાન કયુઁ હતું.ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ ભરૂચ-નમઁદા જીલ્લાના તમામ મતદારો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,નેગેટીવ વિચારસરણી સમાજમાં ફેલાવનાર લોકોને જાકારો આપવો પડશે,અને આદિવાસી સમાજનો સવૉગી વિકાસ થાય તે મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે.જે દરમ્યાન સેવંતુભાઈ વસાવા,રવજીભાઇ વસાવા,ફતેસિંહભાઇ વસાવા,મગનભાઇ પટેલ,પરેશભાઈ વસાવા સહિત પદાધિકારીઓ-આગેવાનો જોડાયા હતા.


Share

Related posts

ગાંધીનગર : નોલેજ આસિસ્ટન્ટની ભરતી યોજનાના વિરોધમાં ધરણા પર બેઠેલા TET અને TAT પાસ ઉમેદવારોની અટકાયત

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝનોર ગામ ખાતે રહેતા સોની પરિવાર ગુમ થતા ગામ ના ૧૫ થી વધુ લોકોની નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી…ભોગ બનેલાઓ એ રજુઆત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!