Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરા: વોરાસમની ગામે એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો..*

Share

*વાગરા: વોરાસમની ગામે એકજ કોમના બે પરિવારો વચ્ચે ઝઘડો, જાનને ખતરો મહેસૂસ થતા ભોગ બનનાર પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો..*

સભ્ય સમાજને ન શોભે તેવી ખરાબ-ખરાબ ગાળો બોલવાને લઈ વોરાસમની ગામે એકજ કોમના બે પરિવાર વચ્ચે ઝઘડો થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઘટના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના બે દીકરાઓની જાનને જોખમ હોવાના ડરથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

*કુલ્હાડી વડે હુમલો કરાતા ભયભીત બનેલ પરિવાર પોલીસ મથકે દોડી આવ્યો*

બનાવ અંગે સૂત્રો થકી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે વાગરા તાલુકાના વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાની હોઈ તે વેળાએ ગામનાજ એક ઇસમે ત્યાં આવી સભ્ય સમાજને ન શોભે તેવા જાહેરમાં બિભત્સ શબ્દો ઉચ્ચારવા લાગ્યા હતા. જેને લઈ વાતાવરણ તંગ બન્યું હતું. ઉસ્માન ભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા સામાવાળા કુલ્હાડી લઈ તેઓને મારવા દોડી આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે ઉપસ્થિત લોકોએ તેઓને હુમલાથી બચાવ્યા હતા. મામલો વધુ ગરમાતા ઉસ્માન ચેતનનાઓ વહેલી પરોઠે પરિવાર સાથે વાગરા પોલીસ મથકે દોડી આવી ન્યાયની માંગ કરી હતી.

*મારી જાનને ખતરો છે. : ઉસ્માન યાકુબ ચેતન*

વાગરા પોલીસ મથકે ફરિયાદ લખાવા આવેલ ઉસ્માન યાકુબ ચેતનનાઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે વોરાસમની ગામે રહું છું. આજે સવારે મારા ઘરે કુરબાનીનો પ્રોગ્રામ હતો. તે વેળાએ મારાજ કુટુંબના એક ઈસમ જેઓ ચરસ અને દારૂનું સેવન કરે છે. અને તેઓને ગાળો બોલવા સિવાય અન્ય કોઈ કામજ નથી. તેઓ ત્યાં આવી ખરાબ-ખરાબ ગાળો બોલવા લાગ્યા હતા. અને કુલ્હાડી વડે મારા ઉપર હુમલો કર્યો હતો. પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને તેઓના હુમલાથી બચાવ્યો હતો. તદુપરાંત મારા ઘરની વહુ ઉપર પણ તેઓએ હાથ નાખવાની કોશીસ કરી હતી. જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે મેં હાથ ન ઉપાડી પરિવાર સાથે સીધો પોલીસ મથકે દોડી આવ્યો છું. મારા છોકરાની વાઈફ પણ ફરિયાદ લખાવે છે અને હું પણ મારા બંને છોકરા અને મારી જાનને પણ ખતરો હોવાથી સેફટી માટે ફરિયાદ લખાવું છું. સમગ્ર ઘટનાનાં રેકોર્ડિંગ પણ મેં પોલીસ મથકે આપ્યા છે. હવે પોલીસ અને ભાજપ સરકાર મને સહકાર આપી ન્યાય અપાવે તેવી આશા રાખું છું. અને જો આમ નહીં થાય તો મારે ગામ છોડવું પડશેનું ઉસ્માન ભાઈએ નિવેદન આપ્યું હતું.

*સમાજના આગેવાનોએ સમજાવ માટે કમર કસી*

વોરાસમની ગામ ખાતે એકજ કોમના બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરતા સરપંચ સહિત સમાજના આગેવાનો પણ તાબડતોબ વાગરા ખાતે દોડી આવી પોલીસ મથકે ધામાં નાંખ્યા હતા. અને ભોગબનનાર પરિવાર સાથે વાર્તાલાપ કરી તેઓને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાઇ રહ્યા હોવાની માહિતી પણ સૂત્રો થકી જાણવા મળી હતી. જોકે આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.


Share

Related posts

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસએ નડિયાદમાં આવેલ જૂની અને નવી કોર્ટ ખાતે મુલાકાત લીધી

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ખાતર-બિયારણ કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાયું.

ProudOfGujarat

ધોલેરા-ભાવનગર હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા 25 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!