ભરૂચમાં કોર્ટ સંકુલ નો પ્રવેશદ્વાર જોખમી બની રહ્યું છે કોર્ટમાં આવતા અરજદારો માટે અહીંનો મુખ્ય ગેટ જોખમકારક હોય તેવું સાબિત કરતી ઘટના આજે સવારે બની હતી ભરૂચના કોર્ટ સંકુલના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે લગાવવામાં આવેલ પાઇપ ની સાઈઝ વધુ પડતી હોવાના કારણે આજે સવારે એક મહિલા નો પગ પાઇપમાં ફસાઈ જતા કોર્ટ બિલ્ડીંગ ખાતે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા,
ભરૂચ કોર્ટ સંકુલના પ્રવેશ દ્વાર પાસે આજે સવારે એક જોખમકારક બનાવ બનવા પામ્યો હતો. ભરૂચમાં કોર્ટ બિલ્ડીંગ માં જતા જ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ગટર પર લગાવવામાં આવેલ પાઇપ જોખમકારક સાબિત થઈ રહ્યો છે આજે સવારે અહીં કોર્ટના કામકાજ માટે આવેલ એક મહિલાનો પગ ગટર પર પગદંડી થી પસાર થતાં તેમાં ફસાઈ ગયો હતો પાઈપ ની સાઈઝ વધુ પ્રમાણમાં હોવાથી અહીંથી પસાર થતાં રાહદારીઓને અનેક વખત આ પ્રકારની ઘટનાઓનો સામનો કરવો પડે છે મહિલાનો પગ પગદંડીના પાઇપમાં ફસાઈ જતા તાત્કાલિક અસરથી ભરૂચ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ભારે જહેમત બાદ ફાયર શાખાના સ્ટાફ દ્વારા આ મહિલા ને સલામત રીતે તેમના ફસાયેલા પગને પાઇપ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો,
એક તરફ ભરૂચમાં વરસાદી માહોલ અનુભવાય છે તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવતા સ્થાનિકો દ્વારા તરહ તરહ ની ચર્ચા કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે આજે સવારે બનેલી ઘટનામાં મહિલાને સલામત રીતે રેસ્ક્યુ કરી સલામત રીતે તેમનો પગ ફસાઈ ગયેલી સ્થિતિમાં હોય બહાર કાઢવામાં આવ્યો હતો. પરંતુ અવારનવાર બનતી આ પ્રકારની ઘટના એ ભરૂચ કોર્ટ બિલ્ડિંગ માટે યોગ્ય ગણી શકાય તેમ ના હોય આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પાઇપની કામગીરી યોગ્ય રીતે કરાવવી જોઈએ તેમ અહીં આવનારા શાસ્ત્રીઓમાં ચર્ચાઓ થતી હતી, અંતે મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવતા તેમના પરિવારજનો તથા ઉપસ્થિત વકીલોએ રાહતનો દમ લીધો હતો.