ભરૂચ જિલ્લામાં બકરી ઈદના તહેવાર નિમિત્તે તકેદારી અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આવતીકાલે ઈદ નો તહેવાર હોય જે નિમિત્તે શાંતિમય અને કોમી એખાલસ સાથે આ તહેવારની ઉજવણી થાય તેવા હેતુ સાથે પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, ભરૂચમાં અનેક સંવેદનશીલ વિસ્તારો આવેલા હોય આથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો ની ટીમ દ્વારા ફ્લેગ માર્ચ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, ભરૂચમાં કોમી એખાલસ સાથે ઈદના તહેવારની ઉજવણી થાય કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનવા ન પામે તે હેતુથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, ફૂટ પેટ્રોલિંગ કરવા આપેલ સૂચના ના આધારે ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરાયું હતું , આ ફ્લેગ માર્ચ માં અંદાજિત 45 વાહનો સાથે પોલીસ અધિકારી 2 ડીવાયએસપી / પીઆઈ / પીએસઆઇ સહિતના 45 પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા, બકરી ઈદના તહેવાર નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સોશિયલ મીડિયામાં કરવામાં આવતી દરેક પોસ્ટ પર પોલીસે બાજનજર રાખશે, ઈદના તહેવાર નિમિત્તે કોઈપણની ધાર્મિક લાગણી ન દુભાય કે વૈયમનષ્ય ન ફેલાય તેની પણ ભરૂચ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે, કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય આપની આસપાસ બનતું જણાય તો નજીકના પોલીસ મથકનો તુરત જ સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.