ભરૂચ જિલ્લા માં રોજબરોજ વિદેશી દારૂ પકડાવાનો સીલસીલો ચાલુ રહ્યો છે ગતરોજ પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસવડા રાજેન્દ્ર ચુડાસમા દ્વારા જુગાર અને દારૂબંધી ના કાયદા નું ચુસ્ત પણે અમલ કરાવવા ડ્રાઈવ રાખી હતી જેમાં ભરૂચ એલસીબી એ અલગ અલગ ટીમો બનાવી ભરૂચ અંકલેશ્વર માં કેસો કર્યા .ગતરોજ એલ સી બી પોલીસ પેટ્રોલિંગ માં હતી તે સમયે બાતમી મળી હતી કે બુટલેગર નયન કાયસ્થ સુરતથી ભરૂચ તરફ વિદેશી દારૂ લઇ ને નેશનલ હાઇવે પરથી આવી રહ્યો છે પીઆઇ તરડે એળગ અલગ ટીમ બનાવી વોચ ગોઠવી વોચ માં હતા ત્યારે કેબલ બ્રિજ ના ઉત્તરછેડા તરફ ઝાડેશ્વર સર્કિટ હાઉસ સામે કુલ ચાર આરોપીઓને બે ગાડી તથા ગાડી માં રાખેલ વિદેશી દારૂ સાથે નયન કાયસ્થ ને ઝડપી પાડ્યો હતો..પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી થઈ કુલ 708 બોટલ,કિંમત રૂપિયા 161400 તથા મોંઘી ડાટ જીપ કંપાસ ગાડી અને હોન્ડા જાજ ની કુલ કિંમત 1700000 ,મોબાઇલ નાગ 7 કિંમત 12500 અને અંગજડતી ના 1800 માલી કુલ 1875700 નો મુદ્દામાલ સહિત ચાર આરોપી (1) નયન કાયસ્થ(2)ભરત મિસ્ત્રી(3)રજનીકાંત પટેલ(4)ભરત પટેલ રહે ભરૂચ ના ઓની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
કેબલ બ્રિજ નજીકથી લાખ્ખોના વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી બી પોલીસ
Advertisement