ભરૂચના તાલુકામાં તાજેતરમાં ઇદ નો તહેવાર નજીક હોય જે અનુસંધાને પોલીસ મહા નિરીક્ષકની સૂચના અનુસાર ગૌ માસ તથા ગૌવંશની હેરાફેરી ની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર ગૌમાસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અને કાયદાનો કડક અમલ કરાવવા માટે જુદી જુદી પોલીસ ટુકડીઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે દયાદરા ગામે છે તથા પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વરડીયા ગામે ગૌ માસનો જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં બકરી ઈદ નો તહેવાર આવનાર હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકાના તમામ પોલીસ સ્ટેશનને સૂચન આપવામાં આવેલ હોય કે ગૌ માસ ને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને અટકાવવા અને કાયદાનો કડક અમલ કરવા માટે જુદી જુદી ટુકડીઓને પેટ્રોલિંગમાં મોકલેલ હોય ભરૂચ તાલુકા પોલીસ ની ટુકડી ને તે દરમિયાન બાતમી મળેલ હોય કે દયાદરા ગામે પ્રેમનગરી ફળિયુમાં રહેતા ઉસ્માન દાઉદ ભાઈજી તેની ઘરની બાજુની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ઓરડામાં ગાય ભેંસ ને બાંધી રાખવામાં આવેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા રેડ પાડતા, કુલ ચાર ગાયોને કૃતા પૂર્વક બિનઅધિકૃત રીતે કતલ કરવાના ઈરાદે રાખવામાં આવેલ હોય જે જાણવા મળતા પોલીસે કુલ રૂપિયા 32 હજારના ગાય વાછરડા ને છોડાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. તથા આરોપી યુનુસ મહમદ પટેલ અને ઉસ્માન દાઉદ ભાઈજી ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ અન્ય એક બનાવમાં પાલેજ પોલીસે બાતમીના આધારે મનુબર ગામ ગરમીયા વાગામાં તબેલા ની પાછળ પોલીસે બાતમીના આધારે રેડ કરતા ક્રૂરતાપૂર્વક ગાય તથા નાના વાછરડાઓને કુલ આઠ ગૌવંશને ખીચો ખીચ બાંધીને રાખવામાં આવેલ હોય જેથી પોલીસે કુલ રૂપિયા 47000 ના ગાય વાછરડાઓને છોડાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ હોય ,આરોપી સલમા દિલાવર પટેલ દિલાવર દાઉદ પટેલ ને ઝડપી લઇ કૃરતા અધિનિયમ મુજબ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત બંને કેસમાં પોલીસે કુલ ચાર આરોપીઓને અટકાયત કરી કિંમત રૂપિયા 79000 ગાય વાછરડાને મુક્ત કરી પાંજરાપોળ ખાતે 17 ગોવંશ ને બચાવી મોકલી આપ્યા છે.