જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને
જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
૦૦૦૦૦૦
જનપ્રતિનિધિઓ ધ્વારા આવતા પ્રશ્નો પરત્વે સત્વરે ધ્યાન આપી એનો
ત્વરિત ઉકેલ લાવવા ઉપર ભાર મૂકતા જિલ્લા કલેકટરશ્રી
૦૦૦૦૦૦
ભરૂચઃ શનિવારઃ- જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી, ભરૂચના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યશ્રીઓ ધ્વારા આવતા પ્રશ્નો બાબતે વિગતે સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ બેઠકમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે સત્વરે ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
બેઠકમાં સાંસદશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્યો સર્વશ્રી અરૂણસિંહ રણા, રમેશભાઇ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રીતેશભાઇ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.જોષી, જિલ્લા પોલીસ વડાશ્રી મયુરભાઇ ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ સહિત જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
બેઠકમાં રસ્તાઓનું સમારકામ, નવા રસ્તાઓની મંજૂરી, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પાણી પંચાયત, પાણી પુરવઠા, જમીન સંપાદનને લગતા પ્રશ્નો,લેબરના પ્રશ્નો અંગે, જેવા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી લોકસુખાકારીમાં વધારો કરવા અપીલ કરી હતી.
બેઠકમાં વિવિધ વિભાગના પદાધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.