Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં વધતા સાયબર ક્રાઇમના ગુનાહો અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે યોજી પત્રકાર પરિષદ

Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જનજાગૃતિ અભિયાન ના ભાગરૂપે સાઇબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જાહેર જનતાને સાઇબર ક્રાઇમના ગુનાહો થી બચવા માટે અપીલ કરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાહો ને અટકાવવા માટે હેલ્પલાઇન નંબર 1930 જાહેર કર્યા હતા, નાગરિકોને જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ નો ભોગ બનનાર દરેક નાગરિક તુરંત જ આ હેલ્પલાઇન નંબર પર પોતાની કમ્પ્લેન રિપોર્ટ લખાવી આપે , સાયબર ક્રાઈમ ના વધતા જતા ગુનાહોને અટકાવવા માટે નાગરિકોને જણાવ્યું હતું કે આધુનિક સમયમાં અનેક પ્રકારે સાયબર ક્રાઇમ ભરૂચ જિલ્લામાં બની રહ્યું છે , જેના અટકાયતી પગલાના ભાગરૂપે ઘણી વખત ફેક આઈડી આપી કસ્ટમ ઓફિસ કે સેન્ટ્રલ એજન્સી ના ઓફિસર હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી થતી હોય છે ઉપરાંત લોન બાબતે, રૂપિયાની છેતરપિંડી તેમજ જોબ ઇન્વેસ્ટમેન્ટ, ઓનલાઈન ટ્રેડિંગ સહિતની બાબતોમાં ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમ ના કેશો વધવા પામ્યા છે, તેવામાં ઘણી વખત શેર માર્કેટ માં રોકાણ કરી નાનો નફો આપી મોટું વળતર અપાવવાની લાલચમાં લોકોને છેતરી સાયબર ક્રાઈમ કરતી ટોળકીઓ પણ અસ્તિત્વમાં આવી છે , આથી ભરૂચ તેમજ જાહેર જનતાને જણાવવાનું કે કોઈપણ પ્રકારની લોભ લાલચમાં ન આવવું તેમજ કોઈપણ જગ્યાએ રૂપિયાનું રોકાણ ન કરવું જો આ પ્રકારનો કોઈપણ બનાવો બને તો તાત્કાલિક ધોરણે 1930 નંબરની હેલ્પલાઇન પર જાણ કરવી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણી વખત સાયબર ક્રાઇમની ફરિયાદો ઉદ્ભવે છે , જો આ પ્રકારનો કોઈપણ બનાવ તમારી સાથે કે આસપાસના રહેવાસીઓ સાથે બને તો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર તુરંત જ પોલીસનો સંપર્ક કરો નજીકના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવો, સાયબર ક્રાઇમને અટકાવવા માટે ભરૂચ પોલીસ તેમજ ગુજરાત પોલીસ હર હંમેશ પ્રજાની સાથે રહેશે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : રતનપુરમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરી વેચાણ કરતા કરિયાણાના બે વેપારી ઝડપાયા

ProudOfGujarat

તળાજા બેંક ઓફ બરોડામાંથી રૂ.૫૦ હજાર ભરેલો થેલો ઉઠાવી ગઠીયો ફરાર..

ProudOfGujarat

ભરૂચના ભોલાવ એસ.ટી બસ ડેપોની ખસતા હાલત, ડેપોમાં ગંદકી વચ્ચે ખાડા પડતા બસ ફસાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!