ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત 30 મો વિનામૂલ્ય નોટબુક વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, નારાયણ સ્કૂલના ટ્રસ્ટી શ્રી ડો. ભગુભાઈ પ્રજાપતિ ડેક્કન ફાઈન કેમ કંપનીના રાહુલભાઈ શાહ,અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગણેશ અગ્રવાલ મહેબૂબ ભાઈ કમાલવાલા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી પરેશ મેવાડાએ સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને વાલીઓને આ યોજનાનો વધુમાં વધુ લાભ લઇ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી ભરૂચના ધારાસભ્ય માન્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી વિનામૂલ્ય શૈક્ષણિક કીટ નો સદુપયોગ કરી જીવનમાં યોગ્ય કારકિર્દી બનાવી આગળ વધવા શુભેચ્છા પાઠવી હતી તેમજ વાલીઓને પણ વિદ્યાર્થીઓના પ્રોત્સાહન પૂરું પાડવા માટે શુભેચ્છા આપી હતી સંસ્થાના પ્રમુખ શ્રી પરેશ મેવાડાની આ કામગીરીને તેમણે બિરદાવી હતી તેમની સંસ્થાની બહેનો અને કાર્યકરોને અભિનંદન આપી આવા સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં 1200 થી 1300 વિદ્યાર્થીઓએ વિના મૂલ્ય શૈક્ષણિક કીટ નો લાભ લીધો હતો. કાર્યક્રમમાં સંસ્થાની બહેનો ઈશા મેવાડા ,વૈશાલી ચંદેલ અમિતાબેન રાણા, નાજેરા શેખ, સોનલબેન રાણા વગેરે બેહનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત 30 મો વિનામૂલ્ય નોટબુક વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો
Advertisement