Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જ્ઞાનદીપ સ્કૂલ પાસેથી ત્રણ ખેલંદાઓને જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ

Share

ભરૂચ ના અંકલેશ્વર વિસ્તારમાં દારૂ જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે અંકલેશ્વર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે સમયે અંગત બાતમી દાર દ્વારા બાતમી મળેલ કે ગડખોલ પાસે જ્ઞાનદીપ સ્કૂલ પાછળ બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમી ના આધારે અંકલેશ્વર પોલીસે રેડ પાડતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે અંગત બાદમીદારો દ્વારા બાતમી મળેલ કે ગડખોલ જ્ઞાનદીપ સ્કૂલ પાછળ બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈ રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય આથી અંકલેશ્વર પોલીસે રેડ પાડતા (1) મહેશ શિવા વસાવા ઉંમર વર્ષ 48 રહે. ખ્રિસ્તી ફળિયુ અંદાડા તા અંકલેશ્વર જી ભરુચ, (2) રમેશ જગમલ મકવાણા ઉવ 58 રહે રણછોડ કૃપા સોસા અંદાડા અંકલેશ્વર જી ભરૂચ, (3) અશોક નટવર વસાવા ઉંમર વર્ષ 42, રહે કૃષ્ણનગર અંદાડા તા અંકલેશ્વર જી ભરૂચ ને પોલીસે રેડ દરમિયાન ગાંજી પાતા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે, પોલીસે આ સાથે જ દાવ પરના રૂપિયા અંગ જડતી ની રકમ પત્તા પાનાં સહિતના જુગારના સાધનો મળી કુલ રૂ. 12700-/ નો મુદ્દા માલ જપ્ત કરી જુગારધારા ની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામના યુવકનું ઉમલ્લા નજીક મોટરસાયકલ સ્લીપ થતાં મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!