ભરૂચ જિલ્લામાં એસ.ઓ.જી. ની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા શકશોને ઝડપી પાડવા માટે કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું, જે દરમિયાન 500 થી વધુ વિવિધ ગુનાઓને લગત કેસ મળી આવેલ છે, જેમાં પ્રોહિબિશન ને લગતા ગુનાઓ, એમ.એસ.સી.પી. એક્ટ, વાહન ચેકિંગ તથા ટ્રાફિક નિયમોને ભંગ કરતા ગુનાઓનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લામાં ચોરી, લુંટ, ચીલ ઝડપ જેવા બનાવો બનતા હોય દારૂના ગોડાઉન તથા ડ્રગ્સ , જુગારની પ્રોસેબીટેડ પ્રવૃત્તિઓ અવારનવાર બનવા પામતી હોય જેને રોકવા માટે ભરૂચ એસ.ઓ.જી. ની ટીમ તથા એલસીબી ની ટીમ તેમજ પરોલ ફર્લો સ્કવોડ, તથા ભરૂચ શહેર અંતર્ગત આવેલ વિવિધ ડિવિઝન ના પોલીસ મથકો દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અંકલેશ્વર દહેજ સહિતની કુલ પોલીસ વિભાગ દ્વારા 26 ટીમ બનાવી કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું હતું જે અંતર્ગત ભંગારના ગોડાઉન, પરપ્રાંતીય કામદારોની માહિતી નોંધણી શંકાસ્પદમાલ સામાન ચેકિંગ જાહેરનામાનો ભંગ બાળમજૂરી
એમ.એસ.સી.પી.એક્ટ, વાહન ડીટેઇન કરવાની કામગીરી સહિતની કામગીરી સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જે દરમિયાન જાહેરનામાના ભંગ ના કુલ 41 કેસો તથા શંકાસ્પદ ગોડાઉનના 109 કહેશો પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને લગતા 27 કેસો શંકાસ્પદ વ્યક્તિઓને લગત કુલ 108 કેસ, બી- રોલ ના 110 કેસ સહિત કુલ એસઓજી એલસીબી સહિતના ભરૂચ જિલ્લાના પોલીસ મથકોમાં 500 થી વધુ કેસની નોંધણી થઈ છે, પોલીસ અધિક્ષક દ્વારા ભરૂચમાં ગુનાઓને ડામવા માટે તથા કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી કોમ્બિંગ ની કામગીરી હાથ ધરાઈ હતી, આગામી સમયમાં આ તમામ કેસોમાં સફળતાપૂર્વક અસરકારક કામગીરી કરી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓ ને સંપૂર્ણપણે રોક લગાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે.