મૂળ પુના સ્થાયી પ્રમોદ લક્ષ્મણ મહાજન કે જેઓ ૬૭ વર્ષના છે અને ૧૮ વર્ષ પહેલાં સ્વેચ્છાએ પોતાની એક કિડનીનું દાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત “અંગદાન મહાદાન” વિશે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી પ્રમોદ લક્ષ્મણ મહાજન “અંગદાન મહાદાન” અર્થે જનજાગૃતિ યાત્રા આજરોજ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. કુલ ૧૦૦ દિવસ સુધી ભારતના અલગ અલગ રાજ્યમાં આ યાત્રા દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે RCC ભરૂચ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ, છત્રપતિ શિવાજી મહારાજ મિત્ર મંડળના સભ્યો દ્વારા જનજાગૃતિ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement