Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાગરા: આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Share

*વાગરા: આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ*

હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

Advertisement

સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરનારની ખેર નથી..

વાગરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાએ આગામી દિવસોમાં બકરી ઈદ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક બોલાવી સમાજના આગેવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજનો બકરી ઈદના પર્વની ઉજવણી સરકારની માર્ગદર્શિકા મુજબ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ઈદનો પર્વ કોમી એખલાસ, સોહાર્દભર્યાં વાતાવરણમાં ઉજવણી કરવા તથા કોઈ પણ અફવા પર ધ્યાન ન આપી પોલીસ તંત્રને સહકાર આપવાની અપીલ કરી હતી. તથા દરેકે કાયદાની મર્યાદામાં રહી તહેવાર ઉજવવાની પણ હાકલ કરી હતી. વધુમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાએ જણાવ્યુ હતું કે જ્યારે સમગ્ર ભરુચ જિલ્લામાં સહિત વાગરા પંથકમાં પણ કોમી એકતા અને ભાઈચારો હોય છે. ત્યારે અમુક લે ભાગુ અસામાજિક તત્વો હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના મારફતે કરતા હોય છે. પરંતુ વાગરા પંથકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો દરમિયાન કોઈપણ લે ભાગુ અસામાજિક તત્વ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટ્ગ્રામ કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરશે તો કોઈ પણ સંજોગોમાં આવા વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે. અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી. અને હિન્દુ-મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતા અને ભાઈચારાથી ઉજવાય તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો અને આ બાબતે હિન્દુ-સમાજના આગેવાનોએ કંઈ કહેવાનું હોય, કોઈ સૂચન હોય, કે કોઈ રજૂઆત હોય તો જણાવવા વિનંતી કરી હતી. હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોએ તમામ સૂચનો સાંભળી પૂરતો સહકાર આપવાની ખાત્રી આપી હતી. શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજા, પોલીસ સ્ટાફ, વાગરા સહિત આસપાસ ગામના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે ઠંડુ પીણું પી શૌ છૂટા પડ્યા હતા.


Share

Related posts

ભરૂચ તાલુકાના તવરા ગામે બાલ્કની માથી પટકાતા મોત..

ProudOfGujarat

ભરૂચ : મહિલાઓ પર થતાં અત્યાચારો રોકવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાની મહિલાઓએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાંથી લાખો રૂપિયાની કિંમતના પાઇપોની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!