ભરૂચમાં અશાંતધારાની સમય સીમા સમાપ્ત થતા દસ્તાવેજની નોંધણી કરવા આવેદન આપતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા
ભરૂચમાં અશાંત ધારાને મુદ્દત પૂર્ણ થવા છતાં દસ્તાવેજની નોંધણી પ્રશાસન દ્વારા ન કરવામાં ન આવતા કોંગ્રેસી આગેવાન સંદીપ માંગોલાએ મહેસુલ સચિવને સંબોધીને કલેકટર સમક્ષ આવેદન પત્ર લખી રજૂઆત કરી છે.
અશાંત ધારા વિષયક આ લેખિત આવેદનમાં જણાવ્યું છે કે ભરૂચ શહેર વિસ્તાર માટે ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અશાંત ધારા ના જાહેરનામા અંગે અનેક વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા દ્વારા મહેસુલ સચિવને રજૂઆત કરવામાં આવી છે અશાંત ધારો એ ભરૂચના ચોક્કસ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન બાદ પણ સબ રજિસ્ટ્રાર દ્વારા આ પ્રકારની મિલકતોના દસ્તાવેજીકરણ સ્ટેમ્પિંગ પર ગેરકાયદેસર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય જેથી આ ગેરકાયદેસર પ્રતિબંધ દૂર કરવામાં આવે તે સહિતની બાબતે સંદીપ માંગરોલા એ કલેકટરને સંબોધીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે મહેસુલ સચિવ એક લેખિત આવેદન દ્વારા યોગ્ય પગલાં લેવા અને અશાંત ધારા વિશે યોગ્ય ખાતરી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે આ આવેદનમાં જણાવ્યું છે કે નોટિફિકેશનની સમય સીમા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં મિલકતના વ્યવહારો બિનજરૂરી અવરોધ વિના આગળ વધારવામાં આવે તેવી માંગણી કરી છે.