Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના 18 માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી

Share

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના 18 માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી

વિધાર્થીઓ દ્વારા શાળા અને વર્ગ ખંડને શણગાર સાથે જરૂરિયાતમંદોને કરાયું અન્નદાન

– કલાત્મક શિક્ષણના ભાગરૂપે શણગાર, પૂજા સાથે સેવાયજ્ઞ સમિતિના નિરાધારો માટે ફેલાવાઈ સેવાની સુવાસ

Advertisement

ભરૂચની સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલના અંગ્રેજી માધ્યમના 18 માં સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.

ભરૂચ લીંક રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુડવીલ શાળાની સ્થાપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભક્તિ સ્વામી અને ડી.કે.સ્વામી દ્વારા 11 જૂન 2006 ના દિવસે કરાઈ હતી. મંગળવારે શાળાએ 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો.

શાળાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આચાર્યા ગીતા પાંધી, જીનીશા મેડમ અને શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ નર્સરીથી ધોરણ 10 સુધીના તમામ વિધાર્થીઓ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે સેવાયજ્ઞ સમિતિના જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કર્યું હતું. સેવાયજ્ઞના રાકેશ ભટ્ટે સંસ્થાના ગરીબ દર્દીઓ, વૃધ્ધો, નિરાધાર વતી શાળાનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાર્થક ઉજવણી અંતર્ગત વિધાર્થીઓમાં સમાજને ઉપયોગી થઈ શકાય, પરોપકારની ભાવના કેળવાય તેવા પ્રયત્નો શાળા દ્વારા હાથ ધરાયા હતા. કલાત્મક શિક્ષણના ભાગરૂપે શાળાને શણગારનો કાર્યકમ સાથે પૂજાનું આયોજન ગુજરાતી માધ્યમ દ્વારા કરાયું હતું. જેમાં તમામ સ્ટાફ અને છાત્રો ઉત્સાહભેર જોડાયા હતા.


Share

Related posts

આદિવાસી સમાજ વિકાસના ઉપક્રમે અંકલેશ્વર ખાતે જંગી રેલીનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બંધનાં ૧૦ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા.

ProudOfGujarat

કૃષિ કાયદાને લઈને લીંબડી હાઇવે સર્કલ પર ખેડૂત આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!