ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બે રોક- ટોક રીતે વધી હોય જેને અંકુશમાં લાવવા માટે પોલીસ મહાન નિરીક્ષક તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અંકલેશ્વર વિસ્તારમાં વોચ તપાસ રાખવા આદેશ આપેલ હોય જે અનુસંધાને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ પ્રીત ગોલ્ડ કેરિયર નામની પેઢી ની ઓફિસમાં પત્તા પાના વડે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે.
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર અંકલેશ્વર વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પર રોગ લગાવવા માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાદતમીદારો દ્વારા બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી પ્લોટ નંબર 126 2 એ દેસાઈ પેટ્રોલ પંપ ના કમ્પાઉન્ડમાં આવેલ પ્રીત કેરિયર નામની એક ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં કેટલાક શખ્શો જુગાર રમતા હોય આથી બાતમી વાળી જગ્યા પર જીઆઇડીસી પોલીસે રેડ પાડતા સાત શખશો જુગાર રમતા હોય જેમાં (1)રસપાલ સિંહ અમરીક્ષિંગ સૌની, ઉંમર વર્ષ 51(2) પ્રીતમ સિંહ રસપાલ સિંહ સોની ઉંમર વર્ષ 19 રહે મકાન નંબર બી 380 ગાર્ડન સિટી કોસમડી તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (3) પ્રદીપ કુમાર અંબિકા પ્રસાદ ઉંમર વર્ષ 43 રહે વિન્ડો સેન કંપની પ્લોટ નંબર 2 સી 4 101 દહેજ તાલુકો વાગરા જીલ્લો ભરૂચ મૂળ ઝારખંડ (4) મોહમ્મદ ફિરોજ મોહમ્મદ અંસારી રહે પટેલ નગર રૂમ નંબર 74 રાજપીપળા અંકલેશ્વર જીલ્લો ભરૂચ,(5) કાસીમ અબ્દુલ ગફાર સિદ્દીક ઉંમર વર્ષ 38 રહે પ્લોટ નંબર 9 સુપર માર્કેટ ભડકોદા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (6)તૈયબ આલમ ખાન ઉંમર વર્ષ 29 રહે રોશન સોસાયટી a1 મટન શોપ ની બાજુમાં જીઆઇડીસી અંકલેશ્વર જીલ્લો ભરૂચ (7)વિક્રમ હાથીભાઈ ગમારા ઉંમર વર્ષ 40 રહે નવજીવન હોટલ પાછળ ભરવાડ વાસ કાપોદ્રા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ ને પોલીસે રેડ દરમિયાન પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે, રોકડ રકમ 31,680 તથા મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 30,500 તથા વાહન નંગ ત્રણ કિંમત રૂપિયા 8, 25,000, સહિત કુલ રૂપિયા 8, 87, 180-/ નો મુદ્દા માલ પોલીસે રેડ દરમિયાન બનાવ સ્થળેથી ઝડપી લઇ જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબ ગુનો દાખલ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.