સુરતમાં રોયલ્ટી પરમીટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેના કામગીરીની ફાઈલ ચલાવવા માટે મદદનીશ નિયામક ફ્લાઈંગ સ્કોડ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા રૂપિયા 2 લાખની લાંચ માગવામાં આવતા એસીબી સફળ ટ્રેક ને જાણ કરતા છટકું ગોઠવી લાંચના નાણાં સ્વીકારતી વખતે એસીબી સફળ ટ્રેપ દ્વારા સુરતના સંસ્કાર વિલાસ સોસાયટી જકાતનાકા પાસે રહેતા કપિલ પ્રજાપતિની ધરપકડ કરી છે.
ખાણ ખનીજ વિભાગમાં સુરત ખાતે મહાદેવ કાર્ટિંગ ગુજરાત એન્ટરપ્રાઇઝ યોગીચોક સીમાડા રોડ સુરત એક મંડળી વતી રોયલ્ટી પરમિટના આધારે ભાઠા વિસ્તારમાં રતી અંગેની કામગીરી કરવામાં આવતી હોય જે જગ્યામાં ફ્લાયિંગ્સ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અન્વયે અવારનવાર હેરાનગતિ તેમજ ખાણ ખનીજ નહીં કરવા સારું સુરત ખાણ ખનીજ વિભાગના વર્ગ- 1ના અધિકારી નરેશ જાની ફ્લાઈંગ સ્કોડ ના અધિકારીઓ દ્વારા ખંડણી પેટે લાંચ ની રકમ રૂપિયા 2,00,000 માંગવામાં આવતા ફરિયાદી લાંચ ની રકમ અધિકારીઓને આપવા માગતા ના હોય આથી એસીબી સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવેલ હોય આથી લાંચ ની રકમ છટકા દરમિયાન મહાદેવ કાર્ટિંગ ગુજરાત એન્ટરપ્રાઇઝ યોગીચોક જુના સીમાડા રોડ ખાતે સ્વીકારતા બે 2 લાખ વસૂલતા પ્રજાજન કપિલ પરસોતમભાઈ પ્રજાપતિ રહે. 41 સંસ્કાર વિલાસ સોસાયટી સરથાણા જકાતનાકા સુરત ખાતે એસીબી લાંચ ટ્રેપને સફળ કરવી હતી ટ્રેપ દરમ્યાન એ.કે. ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપી પાડેલ હોય તથા, મુખ્ય લાલચી અને સૂત્રધાર નરેશ જાની મદદનીશ નિયામક ફ્લાયિંગ સ્કોડ સુરત ખાણ ખનીજ વિભાગ વર્ગ-1 અધિકારીની તપાસ ચાલુ હોય હાલ મળી આવેલ નથી એસીબી ની ટ્રેપ સફળ રહી હોવાનું કહેવાય રહ્યું છે