રાજપારડી વિસ્તારમાંથી વરલી મટકા નો જુગાર રમાડતા એક શખ્સને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ
: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ બેફામ વધવા પામી છે, દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે જિલ્લા પોલીસ અધિકારી દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર સતત વોચ રાખી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન આપેલ હોય જે અનુસંધાને રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ બે રોકટોક પણે બેફામ રીતે ચાલતી હોય, જે પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ Lcb ના પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડ ના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમ બનાવી જુદી જુદી જગ્યાએ આ ટીમ પેટ્રોલિંગમાં હોય આજે ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ રાજપારડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે માધવપુરા ફળિયામાં એક શખ્સ વરલી મટકા નો જુગાર રમાડતો હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એલસીબી ની ટીમે પોલીસ રેડ પાડતા રાજ પારડી વિસ્તારમાં માધવપુરા ફળિયામાં પોતાની આશાપુરા જનરલ સ્ટોર નામની દુકાન પાસે બેસી વરલી મટકાનો હાર જીતનો રૂપિયા પૈસા વડે જુગાર રમાડતો હોય આથી પોલીસે રેડ દરમિયાન સંજય કાંતિભાઈ વસાવા રહે. રાજપારડી, માધવપુરા ફળિયુ, તા. ઝઘડિયા જી. ભરુચ ને પોલીસ રેડ દરમિયાન અંગજડતી ના રૂપિયા 18,510-/ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 આંકડા લખેલ ચિઠ્ઠી સ્ક્રીનશોટ પ્રશ્ન બોક્સ સહિત કુલ રૂપિયા 23,510-/ નો મુદ્દામાલ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે, ઉપરાંત પોલીસ રેડ દરમિયાન મિનેશ ઉર્ફે ભુરીયો પટેલ રહે. રાજપારડી, તાલુકો જગડીયા, જીલ્લો ભરૂચ ને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.