*અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.*
આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો,
જેમાં 30 કિમિ પ્રતિ કલાક ની ઝડપે ચાલનાર ઘોડા ની સ્પર્ધા માં પ્રથમ ઇનામ મેળવનાર ટીપું કયામ હાંસોટ, ઇમરાન નાના કઠોર,
35 કિમિ પ્રતિ કલાક ની ઝડપે દોડનાર ઘોડા ની પ્રતિયોગિતામાં ઈક્બાલભાઈ હાટિયા ના ઘોડાનો વિજય થયો હતો,
જયારે 40 કિમિ પ્રતિ કલાક ની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુ નો તૈમુર ઘોડો વિજયી થયો હતો, બીજા પર સતીશ ભિખા, ત્રીજા પર અબુબકર ટર્કી વિજેતા થયા હતા,
આ પ્રતિયોગિતા ને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામ ના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલ ના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણ, યુવાનોમાં પ્રખર પકડ ધરાવનાર અને લોકપ્રિય ઇમરાન ખાન હુસેન ખાન પઠાણ, ઇકબાલ ભાઈ હાટિયા, મુસ્તાકભાઈ મલેક, તથા યુવાનોએ ભારે જહેમત કરી પ્રોગામ ને સફળ બનાવ્યું હતું, આ પ્રોગ્રામ માં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશભાઈ કરશન ભાઈ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફળવાલા, માજી સરપંચ દિલાવરખાન પઠાણ, માજી સરપંચ નાસીરખાન પઠાણ, સતીશ ભાઈ પટેલ, ભાગા ભાઈ પટેલ, અમ્બુભાઈ દરબાર, અબુબકર ટર્કી, હુસેન ઘડિયાળી, ઈમ્તિયાઝ લુહાર, નીખિલભાઈ પટેલ, હનીફ હાટિયા, તેમજ મોટી સંખ્યા માં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ઘોડાઓના માલિકોનું ટ્રોફી આપી સન્માન કરી ઉત્સાહ વધાર્યું હતું.