*મોન્સુન માં ચાલી રહેલ આમલાખાડી ની પ્રી-મોન્સુન ની કામગીરી માં પણ લીપા-પોથી??!!*
*બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ*
*સ્થાનિકો માં અસંતોષ થતા સામાજિક સંગઠનો દ્વારા થયેલ ઉચ્ચસ્તરીય રજૂઆત..*
અંકલેશ્વર
૦૯/૦૬/૨૪
અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસે થી પસાર થતી આમલાખાડી હાલ પ્રી-મોન્સુન ની કામગીરી ની શરુઆત થઇ છે જે માર્ચ-એપ્રિલ માં થવી જોઈએ એ જે ઘણી મોડે થી જુન મહિના માં થઈ છે. વરસાદ ની સંભાવનાઓ અને આગાહીઓ થઈ રહી છે એટલે આ કામગીરી માં ઘણું મોડું થયું છે . સાથે સાથે જણાવવાનું કે જે કામગીરી થઈ રહી છે એ પરિણામ લક્ષી નથી કારણ કે નાના હિટાચી ફોકલેન્ડ મશીન થી કામગીરી થઈ રહી છે જે ઊંડી અને પોહરી આમલાખાડી માટે નિરર્થક છે. જરૂરિયાત વધુ અને ઝડપી પાણી નો પ્રવાહ વહી જાય એવી કામગીરી કરવાની છે. જયારે આ નાનું મશીન ખાડીએ કામગીરી કરવામાં અસમર્થ છે તે ફક્ત ઉપર –ઉપર જ કામગીરી કરી રહ્યો છે તે ફક્ત ઉપલી પાળા ને સુશોભિત કરવામાં જ કરવામાં સમય પસાર કરી રહ્યો છે. ખાડી ની વચ્ચે અને નાળાઓ ની મધ્ય માં જે અવરોધ રૂપ માટી અને કચરો છે તે દુર થતા નથી, જેથી પાણી નો રોકાણ થશે અને અંકલેશ્વર શહેર અને તાલુકા માં આમલાખાડી ના પાણી ઓવરફલો થશે જેનાથી પ્રજા ને નુકશાન અને હાલાકી ભોગવવી પડશે.
કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડી માં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ ગેરકાયદેસર ના પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવામાં આવ્યો નથી , જેથી પાણી નો વહન રોકાશે, અને પીરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં ખાડી ઓવરફલો થવાથી પુર આવવા ની શક્યતા રહેલી છે,
આ સરકારી નાણા નો અને કીમતી સમય નો દુરુપયોગ થઈ રહ્યો છે. મોડે મોડે શરૂઆત થયેલ છે ધીમી ગતિ ની કાર્યવાહી થી આમલાખાડી ની પૂર્ણ સફાઈ થશે કે કેમ ? અને આમલાખાડી ના છેડા સુધી આ કામગીરી થવી જોઈએ અને થશે તો આ ક્યારે અને કેવી થશે એવી અનેક આશંકાઓ ની ચર્ચા થઈ રહેલ છે.
આ બાબતે સ્થાનિક સામાજિક સંગઠન પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી કલેકટર , નાયબ કલેકટર અને નોટિફાઇડ વિભાગ ના મુખ્ય અધિકારી ને લેખિત મા રજૂઆત કરેલ છે કે (૧) આ કામગીરી ની ત્રાહિત પક્ષ (થર્ડ પાર્ટી) દ્વારા તપાસ કરાવવા માં આવે (૨) સમય ઓછો હોવાથી બાકી રહેલ કામગીરી યોગ્ય મસીનો દ્વારા વેહલી તકે પૂર્ણ કરવામાં આવે.(૩) કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડી માં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ ગેરકાયદેસર ના પાઈપો નાખી બનાવેલ નાળા ને તાત્કાલિક દુર કરવામાં આવી