.
ભરૂચમાં કાવી થી દેહગામ જવાના રસ્તે પીલુડીના ઝાડ નીચે ખુલ્લામાં પત્તા પાના વડે જુગાર રમતા ચાર ખેલંદાઓને ઝડપી પાડતી કાવી પોલીસ
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ મહાનિર્દેશકની સૂચના અનુસાર જંબુસર વિસ્તારમાં જુગાર રમતા લોકો પર વોચ તપાસ ગોઠવવામાં આવતા જંબુસરના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમી ના આધારે ચાર ખેલંદાઓને જાહેરમાં જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા છે.
ભરૂચના પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જંબુસર સહિતના વિસ્તારોમાં દારૂ જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓ પર રોક લગાડવા માટે સૂચન આપેલ હોય જે સૂચનના આધારે જંબુસર વિસ્તારમાં આવેલ કાવી પોલીસ સ્ટેશનના પોલીસને મળેલી કે કાવી થી દેહગામ જવાના રસ્તા પર પીલુડીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય આથી પોલીસે પંજો બોલાવી બાતમી વાળી જગ્યા પર પંચો રૂબરૂ તપાસ કરતા કાવી થી દેહગામ તરફ જવાના રસ્તા પર પીલુડી નજીક એક ઝાડ નીચે સિરાજ અબ્બાસ હુસન પઠાણ ઉંમર વર્ષ 42, સિરાજ મહંમદ હસન પઠાણ ઉંમર વર્ષ 42, ધરમસિંહ લક્ષ્મણસિંહ પરમાર ઉંમર વર્ષ 38, રસીલ અલ્પા રસુલ ચાંદ ઉંમર વર્ષ 51 ને પોલીસ દરોડા દરમ્યાન કુલ રૂપિયા 11, 320 ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ભરૂચમાં કાવી થી દેહગામ જવાના રસ્તે પીલુડી ખુલ્લામાં પત્તા પાના વડે જુગાર રમતા ચાર ખેલંદાઓને ઝડપી પાડતી કાવી પોલીસ