ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી હોવાની ઘટનાને લઈને દોડધામ મચી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઇડીસીઓમાં કેટલાય વાહનો કેમિકલની હેરાફેરી કરતા હોય છે ત્યારે છાસવારે આગ લાગવાની નાની મોટી ઘટના સર્જાતી હોય છે કહેવાય છે કે આવી ઘટનાઓને કંપનીના સત્તા વાળો દાબી દેતા હોય છે ત્યારે ઝઘડિયા જીઆઇડીસી અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસી માં કંપનીઓમાં લાગતી આગ ઘણી વખત શંકાસ્પદ હોય છે કા તો વધારાનું કેમિકલ ભરી દેવામાં આવતો હોય છે અથવા તો કેમિકલ રિએક્શન થતાં આગ લાગવાની ઘટના ઘટતી હોય છે અને જેમાં પણ વીમો પકાવી લેવાની નિયત કંપની સત્તાવાળાની હોય તેવું ચર્ચા થતી હોય છે ત્યાં જ ઝઘડિયા જીઆઇડીસી માં છાસવારે આગ લાગવાની ઘટના ઘટતી હોય છે જેમાં કંપની સત્તાવાળાઓ દ્વારા આવી ઘટનાઓને દાબી દેવા અને અકસ્માતમાં ખપાવી દેવા માટે હંમેશા પ્રયાસો થતા હોવાનું કહેવાય છે ઝઘડિયા જીઆઇડીસી પણ હવે કેમિકલ હબ બની ગયું છે અને ત્યાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે આજરોજ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી ડીસીએમ શ્રીરામ કંપનીમાં થી નીકળેલું કલોરીન ટોનર ભરેલ ટેલર ટ્રક નાના સાજા ગામ પાસે પહોંચતા એકાએક ટ્રેલર કેબિનમાં આગ લાગી જવાની ઘટના બની હતી આ ઘટનામાં ડ્રાઇવર કૂદી પડ્યો હતો. જોકે ટ્રેલર ઉભુ રાખેલું હોવાથી તેમાં આગ ભભૂકી ઉઠી હતી ટ્રેલર પાછળ કલોરીન ટોનર ભરેલા હતા જે ને લઈને રસ્તાની આસપાસ થી પસાર થતા લોકોએ પહેલા ટ્રકમાં આગ જોતા એ તબક્કે તમામ વાહન ચાલકોનો જીવ તાડવે ચોંટ્યો હતો અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી સાથે સાથે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેલરમાં લાગેલી આગ ને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ બાબતે ડીસીએમ શ્રીરામ કેમિકલ કંપનીના અધિકરી પરમારને ઘટના સ્થળે પૂછવામાં આવતા ટનર કયા કેમિકલ ના હતા તેનો યોગ્ય જવાબ આપ્યો ન હતો અને આ કેમિકલ કયું છે અને રખીને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેમના માટે તેમની પાસે કયા એવા સાધનો છે કે જેનાથી આગ કાબુમાં આવી શકે તેવું પૂછતા જે તે અધિકારીએ આ મામલે જવાબ આપવાનું ટાળીને સ્થળ ઉપરથી ભાગી છૂટીયા હતા ને પોતાનો બચાવ કર્યો હતો તેમને ટેલિફોનિક સંપર્ક કરી ખુલાસો પૂછવાનો પણ પ્રયાસ કર્યો પણ તેવો ફોન ઉચકુંઓ નોહતો .ઘટના સ્થળ ઉપર ચર્ચા હતી કે કલોરીન હોય શકે પરંતુ કોઈ સત્તાવાર ખુલાસો કંપની અધિકારી પરમારે કર્યો નથી ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જો આ કોઈ જલ્ડ કેમિકલ કે વિસ્ફોટક કેમિકલ હોય અને રખેને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હાલ તો આગ કાબુમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ કયા કારણોસર લાગી છે તે જાણવા મળ્યું નથી કંપની શ્રીરામ કેમિકલ કંપનીના અધિકારીઓ આ ટ્રકમાં કયા કેમિકલ ના સ્ટનર હતું તેની વિગતો આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આગની ઘટનાને લઈને સરકાર હમણાં તો ચોકની બની છે અને ફાયર સેફટી ના સાધનો ના હોય તેવી કંપની દુકાનો એમ્યુઝમેન્ટ પાર્ક હોટલો અને શોપિંગ સેન્ટરો ને સીલ મારવાની કામગીરી કરી રહી છે તો આ મામલે હવે શું કામગીરી કરવામાં આવશે અને પોલીસ તપાસ માં શુ બહાર આવે તે જોવાનું રહ્યુ તેવી ચર્ચાઓ ચાલી રહી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી
Advertisement