ભરૂચ લોકસભા બેઠકની આવતીકાલે યોજનારી મત ગણતરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ…
ગત તારીખ સાતમી મેના રોજ યોજાયેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી યોજાઈ હતી. આવતીકાલે સવારે ભરૂચ જેપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે આજરોજ જિલ્લા સમાહર્તા તુષાર સુમરાની અધ્યક્ષતામાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે ભરૂચ લોકસભા બેઠકના ભાજપ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાજરીમાં મતગણતરીનો પ્રારંભ થશે. ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ મિડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આવતીકાલે હાથ ધરાનારી મત ગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આઠે આઠ લોજિસ્ટિકની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે અમારી ટીમે રિવ્યૂ પણ કરી લીધું છે આવતીકાલે સવારે કાઉન્ટિંગ ચાલુ થશે. વાહન વ્યવહાર માટે કોલેજ માર્ગ માટે જાહેરનામું બહાર પાડી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાન્ય નાગરિકો માટે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એમ તેઓએ જણાવ્યું હતું…