અંકલેશ્વરમાં ગૌવંશનું કટીંગ કરતાં ચાર શખ્સને 165 કિલો ગૌ માસના જથ્થા સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ
ભરૂચ શહેરમાં અવારનવાર ગૌમાસ સંબંધી તથા ગાયોને કતલખાને લઈ જવાની ફરિયાદો થતી રહે છે , જેના અનુસંધાને ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગૌમાસ સંબંધી અસામાજિક પ્રવૃત્તિને અટકાવવા માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ ને સુચના આપેલ આથી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી , તે દરમિયાન બાતમીના આધારે સુરતી ભાગોળ ઉમરવાડા તરફના રસ્તા પરથી પોલીસે ચાર શખ્સોને 165 કિ.ગ્રામ ગૌમાસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.
ગતરાત્રિના ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે અંકલેશ્વર સુરતી ભાગોળ થી ઉમરવાડા ગામ તરફ જવાના રસ્તે દારૂલ ઉલ્લુમાં ના મેઈન ગેટથી અંદર પ્રવેશ કરતા ડાબી તરફ પતરાવાળી એક ઓરડીમાં કેટલાક શખ્સો ગૌ વંશનું કટીંગ કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા દારૂલ ઉલ્લુમાં પોલીસ રેડ પાડતા મોટા રસોડાની સામે પતરાની એક ઓરડીમાં કેટલાક શખશો પશુ માસનું કટીંગ કરતા હોય તમામનું પંચો રૂબરૂ તપાસ કરાવતા ગૌ માસ હોવા નું જાણવા મળ્યું હોય આથી પોલીસે (1) ઇફ તેરખાર ઉર્ફે ઈસ્તિયા કમાલ કુરેશી ઉંમર વર્ષ 37 રહે અલીફજા એપાર્ટમેન્ટ ચૌટા બજાર કરોડીયાવાડ અંકલેશ્વર જીલ્લો ભરૂચ, (2) મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટો અનવર કુરેશી ઉંમર વર્ષ 30 રહેતો પર બજાર કાનુગાવાડ, જી. ભરૂચ, (3) મહંમદ સરફરાજ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા ઉંમર વર્ષ 50 રહે મુલ્લાવાડ હજામ ગલી અંકલેશ્વર જીલ્લો ભરૂચ, (4) દારુલ ઉલુમાના ટ્રસ્ટી મનકોડ મહંમદ ઈકબાલ મુજસેજી, (5) કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકને ઝડપી લઇ 165 કિ.ગ્રામ. ગૌમાસ, કિ. રૂ. 28, 050-/ કટીંગ ના સાધનો કુહાડો 3 ધારદાર ચપ્પુ , 2 મોબાઈલ ફોન એક મોટરસાયકલ સ્પ્લેન્ડર નંબર GJ 16 DA 6309 મળી કુલ રૂપિયા 63,150-/ નો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપી દારુલ ઉલુમાના મોલવી મહંમદ જુબેર યાકુબને ઝડપી પાડવા એ ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.