ભરૂચ એલ સી બી પોલીસે ગુમ થયેલા બાળકને શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું…
પોલીસ પ્રજાનો મિત્ર છે એ ઉક્તિને ખરા અર્થમાં પોલીસે મદદરૂપ બની સાર્થક સાબિત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાંથી ગત તારીખ મે ના રોજ સાંજના સમયે ભારતીબેન ગીરીશભાઇ વણકરનો દિકરો કાર્તિક ઉ.વ. ૮ ઘરના નજીક આવેલ ગ્રાઉન્ડમાં રમવા ગયો હતો અને ત્યાંથી કોઇને કંઇ કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હોય અથવા સંભવિત રીતે અજાણ્યા ઇસમે અપહરણ કરી લઇ ગયો હોય. જે બાબતે ભારતીબેન ગીરીશભાઇ ધનસુખભાઇ વણકર રહે,અંક્લેશ્વર નાઓએ આ બનાવ બાબતે ફરીયાદ આપતા અંક્લેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભરૂચ એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળાએ ટીમ સાથે સ્થળ વીઝીટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી અલગ-અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એમ.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચ ટીમ સાથે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હવેલી ચોક પાસે પહોંચતા ઉપરોક્ત ગુમ થનાર બાળક મળી આવ્યું હતું. તેના નામની ખાત્રી કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક ખાતે લઇ આવી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવેલ છે…