કરજણ નગરપાલિકાના પુર્વ કારોબારી ચેરમેને જન્મ દિવસ રાજકોટ TRP ગેમઝોનમાં 28 થી વધુ માસુમો ને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો…
વડોદરાના કરજણમાં મહંમદ નગરી જુના બજાર ખાતે રાજકોટ ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુર્વ કારોબારી સમિતિના ચેરમેન મહંમદભાઇ સંધિએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોઝારી ઘટનામાં 28 થી વધુ નિર્દોષ મૃત્યુ પામ્યા હતા. કરજણ નગરપાલિકાના પુર્વ કારોબારી ચેરમેનનો જન્મ દિવસ હોય તેમાં તેઓએ સાદગી પૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈને જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી રાજકોટ TRP ગેમઝોન માં 28 થી વધુ માસુમો હોમાયા શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરી એક સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી બન્યા હતા.
કરજણ નગરપાલિકાના સદસ્ય મહંમદ ભાઈ સિંધી સામાજિક કાર્યકર અહમદ ભાઈ સિંધી ચીરાગ માછી તથા કાર્યકરો તેમજ મહંમદ નગરી વાળી નગરી નાં સ્થાનિક લોકો એ હોમાયેલા માસુમો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઘટના અંગે ઉપસ્થિત નગરજનો એ સંવેદના વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી માસુમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી…
:- યાકુબ પટેલ..કરજણ…