અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો.
લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા રાજકોટ ગેમઝોનના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા છઠ્ઠો લાપસી મહોત્સવ ઉજવાયો હતો. લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ મહાપ્રસાદી તથા લોક ડાયરાના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ ના ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી, ઝોન કન્વીનર, જિલ્લા કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ વિદ્યાર્થી સમિતિના કન્વીનર, સહ કન્વીનર જીલ્લાના તમામ તાલુકા કન્વીનરો, સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ દ્વારા એકતાની શક્તિને પ્રસ્થાપિત કરનાર સંસ્થા ખોડલધામ ટ્રસ્ટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે. ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા સમિતિ વિદ્યાર્થી સમિતિ મહિલા સમિતિ બનાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ લોક સેવાના કાર્યો કરવામાં આવે છે. ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આજરોજ છઠ્ઠો લાપસી મહોત્સવ સરદાર પટેલ સરદાર ભવન જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો હતો. અંકલેશ્વર ખોડલધામ સમિતિના કન્વીનર દેવેનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે લાપસી મહોત્સવમાં દિવ્ય યજ્ઞ, મહાપ્રસાદી, મહા આરતી, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યા હતા. લાપસી મહોત્સવના પ્રસંગે રાજકોટ ગેમ ઝોન ના મૃતકોને બે મિનિટનું મોન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, આ લાપસી મહોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભરૂચ જિલ્લાના ટ્રસ્ટી ભુપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર તથા ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ, વિદ્યાર્થી સમિતિના કન્વીનર અને સહ કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના તમામ લેઉવા પાટીદાર સમાજના આગેવાનો તથા પરિવાર ઉપસ્થિત રહી દિવ્ય યજ્ઞ, મહા આરતી, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ લોક ડાયરા નો લ્હાવો લીધો હતો.