ભરૂચમાં લોકસભાની ચૂંટણી વર્ષ 2024 ને આગામી દિવસોમાં મત ગણતરી થનાર હોય જેને અનુસંધાને મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ ના સંદીપ સિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
ભરૂચમાં આગામી તારીખ 4 -6 -2024 ના રોજ લોકસભાની ચૂંટણી વર્ષ 2024 અંતર્ગત શ્રી કે. જે. પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી યોજાવાની હોય, ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગના સંદીપસિંહ દ્વારા ભરૂચની વિઝીટ દરમિયાન મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી, આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી. / એસ.ઓ.જી તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ દ્વારા મત ગણતરી કેન્દ્ર પર આંતરિક રીતે બેઠક વ્યવસ્થા યોજાઇ સ્થળ પર યોગ્ય બંદોબસ્ત જળવાઈ રહે મત ગણતરી કેન્દ્ર પર અંદર આવતા જતા વ્યક્તિઓ પર ચુસ્તપણે ચેકિંગ થાય માટેના સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય બેરીકેટ સહિતના પાસા ઉપર સઘન કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.