ભરૂચના ફાટા તળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી.
ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિકજામ ના કારણે અનેક વાહનો નગર ના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનો નું ભારણ વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાલ થી લઇ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગ ને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.
વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્યશ્રી તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચર રૂપ જીઈબી ના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કારપેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઇ રહયો છે તેથી આજ રોજ નગરપાલિકા વિપક્ષ ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને કરવામાં આવી છે.