ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગોપેશ્વર મહાદેવ નો પાટોત્સવ ઉજવાયો
પાટોત્સવના દિને વિવિધ કાર્યક્રમોના આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા
Advertisement
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આજરોજ વૈશાખ વદ સાતમ ગુરુવાર તારીખ ૩૦.૫.૨૪ ના રોજ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર નો પાટોત્સવ ઉજવણી ના કાર્યક્રમનું આયોજન ગોવાલી ગામના ધર્મપ્રિય ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું વહેલી સવારે ગામમાં શિવ ફેરી ફરી પાટોત્સવની પૂજા વિધિ કરવામાં આવી હતી, પાટોત્સવ નિમિત્તે ગોવાલી ગામના ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું લઘુરુદ્ર બાદ બ્રહ્મજ ભોજનનુ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે ગોપેશ્વર મહાદેવ મંદિરને ખુબ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પાટોત્સવના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા