Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઉચ્છદ ગામની સીમમાંથી ONGC ક્રૂડ ઓઇલ ચોરી કરનાર ને ઝડપી પાડતી વેચડ પોલીસ

Share

ઉચ્છદ ગામની સીમમાંથી ONGC ક્રૂડ ઓઇલ ચોરી કરનાર ને ઝડપી પાડતી વેચડ પોલીસ

ભરૂચ સમગ્ર જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા ગુના શોધી કાઢવા માટે જરૂરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોય જે પ્લાનના અનુસંધાને જંબુસર વિસ્તારમાં ગઈકાલે વેચડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રુડ ઓઇલની પાઇપલાઇન માં પંચર કરી ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

Advertisement

ભરૂચ સહિતના વિસ્તારોમાં મિલકત સંબંધી ગુનાઓને નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોય જે એક્શન પ્લાનના અનુસંધાને ગઈકાલે જંબુસર વિસ્તારમાં વેચડ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળેલ કે તા. 27/5/24ના રોજ વેચડ પોલીસ મથક ખાતે ક્રૂડ ઓઇલની ચોરી નો ગુનો દાખલ થયેલ હોય જે ક્રૂડ ઓઇલ ચોરી કરનાર બે શખ્સો ભરૂચ જંબુસર ની આસપાસના વિસ્તારમાં હોય જે બાતમીના આધારે વેચડ પોલીસે ફરાર આરોપીઓ 1) નિલેશ ભરતસિંહ રાઠોડ ઉંમર વર્ષ ચાલીસ રહે. જાખરીયા ગામ સરોવર નગર તાલુકો જીલ્લો આણંદ તેમજ 2) રાકેશ ઉર્ફે પીન્કો રમણભાઈ ઠાકોર ઉંમર વર્ષ 35 રહેઠાણ અણખી ગામ તાલુકો જંબુસર જીલ્લો ભરૂચ ને પોલીસે ONGC ની ક્રૂડ ઓઇલ ની પાઇપલાઇનમાં પંચર કરી ક્રૂડ ઓઇલની ચોરી કરતા ઝડપી પાડેલ છે, બંને આરોપીઓને પોલીસે ઝડપી લઇ જાહેર મિલકતને નુકસાન કરવા સંબંધી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગના ધાંણીખુટ ખાતે આવેલ ધારીયા ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જતા મોત જયારે એકનો બચાવ.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના સુરેલી ગામમાં “આપ”ની બેઠક યોજાઇ.

ProudOfGujarat

આ રાષ્ટ્રીય મહિલા દિવસ, સીરત કપૂર કહે છે, “આપણે દરેક શક્તિશાળી મહિલાને યાદ રાખવી જોઈએ જેણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!