વીજ કરંટ લાગતા ડમ્પર ચાલકનું મોતને નીપજ્યું
વીજ કરંટ લાગતા અવારનવાર જીવ ગુમાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે આવો જ એક કિસ્સો તાજેતરમાં બનવા પામ્યો છે પોતાના કબજા ભોગવતા નું ડમ્પર લઈને જતો ચાલક મુલેર ચોકડી થી દહેજ જતો હોય તેની વચ્ચે આવેલ મેનલાઇનનો તાર ડમ્પર સાથે અડકી જતા દમ પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ગઈકાલે મુલેર ચોકડી થી દહેજ જતા રોડ પર ચોગલે સોલ્ટ વર્ક કંપની ની આગળ એક ડમ્પર ચાલક સુલેમાન અલી જાતે મુસ્લિમ ઉંમર વર્ષ 38 રહેઠાણ જુના દેરાસર ફળિયું ગંધાર તાલુકો વાગરા જીલ્લો ભરૂચ જેવો સવારે પોતાના કબજા નું હાઇવા ડમ્પર નંબર GJ16W0038 લઈને મુલેર ચોકડી થી દહેજ તરફ જતા હોય રોડ વચ્ચે આવેલ ચોગલે સોલ્ટ વર્ક કંપની ની આગળ આવેલ રોડની બાજુમાં તેઓ પોતાનું ડમ્પર પાર્ક કરતા હોય તે દરમિયાન મેન લાઈન નું વીજળીનો તાર ડમ્પર સાથે અડી જતા સુલેમાન અલીજત તેઓને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું જે ઘટનાની જાણ થતા પોલીસ તેમજ સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હોય આગળની કાર્યવાહી હાથ ધરેલ હોય.