Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

Share

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે કોર્પોરેટ એજન્સી જોડાણ કર્યું

મુંબઈ, 30 મે, 2024 – ભારતની પ્રથમ સ્મોલ ફાઇનાન્સ બેંક કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક (બેંક) ભારતની અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે બેંકેશ્યોરન્સ કોર્પોરેટ એજન્સી ટાઇ-અપની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ ભાગીદારીનું લક્ષ્ય બેંકની પ્રોડક્ટ ઓફરિંગ્સને વધારવા તેમજ તેના ગ્રાહકોને વિવિધ રેન્જની જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પૂરી પાડવાનો છે જે બેંકની વૃદ્ધિની વ્યૂહરચનામાં એક મહત્વનું સીમાચિહ્ન દર્શાવે છે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કસ્ટમાઇઝ્ડ અને ઇનોવેટિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરા પાડીને ગ્રાહકોના વિશાળ સમુદાયને સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ બનશે.

Advertisement

બેંકિંગ ઉદ્યોગમાં બે દાયકાથી વધુના અનુભવ સાથે કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે મધ્યમ આવકના સેગમેન્ટના ગ્રાહકોના તેના વિશેષ માર્કેટની બારીક સમજ કેળવી છે. બેંકે આ સેગમેન્ટની ખાસ જરૂરિયાતોને પહોચી વળવા માટે અનોખી પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ તૈયાર કરી છે. આ સહયોગ થકી કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના વ્યાપક નેટવર્ક અને ગ્રાહક આધારનો લાભ લઈને હેલ્થ, મોટર, હોમ, ટ્રાવેલ અને રૂરલ ઇન્શ્યોરન્સ સહિતની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વ્યાપક રેન્જની જનરલ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સનું વેચાણ કરશે. આ જોડાણ તેમની બેંકિંગ સેવાઓ ઉપરાંત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પર ઉપલબ્ધ કરાવવાની સગવડ પૂરી પાડીને ગ્રાહકોનો અનુભવ વધારશે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું બેંકના ઇન્શ્યોરન્સ પાર્ટનર્સમાં ઉમેરો થવાથી તેના ગ્રાહકોને ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ તથા ગુણવત્તામાં વધારો થશે જેનાથી વધુ નાણાંકીય સુરક્ષા તથા સુગમતા સુનિશ્ચિત થશે.

આ ભાગીદારી અંગે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચીફ-રિટેલ અને ગવર્મેન્ટ શ્રી આનંદ સિંઘીએ જણાવ્યું હતું કે “કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથેનો અમારો સહયોગ એ અમારી પહોંચને વધારવા માટેનું વ્યૂહાત્મક પગલું છે, ખાસ કરીને જ્યારે બેંક ઉત્તર ભારતમાં તેની ઊંડી પહોંચ ધરાવે છે. આ ભાગીદારી બેંકના ગ્રાહકોને તેમના જોખમોને યોગ્ય રીતે કવર કરવા તથા અમારા વિશાળ રેન્જના નવીનતમ તથા ટેક આધારિત ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની પહોંચથી સશક્ત બનાવશે.”

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ શ્રી સર્વજિત સિંહ સામરાએ જણાવ્યું હતું કે “આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે આ વ્યૂહાત્મક જોડાણ સાથે અમે નવી શરૂઆત કરી છે ત્યારે અમે અમારા ગ્રાહકો માટે તેના દ્વારા રજૂ થતી તકો અંગે રોમાંચિત છીએ. આ જોડાણ અમારા ક્લાયન્ટ્સની વધતી જરૂરિયાતો માટે વ્યાપક નાણાંકીય સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતા સાથે મેળ ખાય છે. આ ભાગીદારી દ્વારા અમે ગુણવત્તાસભર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની પહોંચ વધારવાનું તથા વ્યવસાયો તેમજ લોકોને સશક્ત બનાવવામાં વિશ્વસનીય નાણાંકીય ભાગીદાર તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. આ જોડાણ અમારા મધ્યમ આવક જૂથ (એમઆઈજી) ગ્રાહકો માટે પ્રાઇમરી બેંકર બનવા માટેનું વધુ એક પગલું છે જે વ્યાપારમાં વિસ્તરણ તથા આવકમાં વધારો કરશે.”


Share

Related posts

જનની સાથેની આત્મિયતાને જાળવવા અથવા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કરતા વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ProudOfGujarat

ઉમરપાડાનાં ખોટારામપુરા વડગામ માર્ગ પર વન વિભાગે ખેરનાં લાકડા ભરેલા ટેમ્પો અને પાયલોટીંગ કરતી ઇન્ડિકા કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા.

ProudOfGujarat

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!