આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપીંગનું બાંધકામ કરનારા માલિકોને નોટીસ ફટકારી,
૫૦ થી વધુ શોપિંગ માલિકોને નોટીસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવા મુદત આપી…
આમોદ પાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનારા માલિકોને નોટીસ ફટકારી સાત દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે.જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સંકજામાં આવી ગયા હોવાનું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.કેટલાક શોપિંગ માલિકોએ નોટીસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટીસ ચીપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
આમોદ નગરમાં ઠેરઠેર નવા નવા શોપીંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે.પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાની બાંધકામ વિભાગની પરમિશન લેવામાં નહી આવતા આવા કથિત ગેરકાયદેસર ઉભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે.અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટીસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે.જો દિન સાતમા આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહી આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી.જેથી આમોદમાં કથિત ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપીંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે…
:- યાકુબ પટેલ..ભરૂચ..