ભરૂચ એલ સી બી પોલીસે શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડયા…
ભરૂચ એલ સી બી પોલીસે અંક્લેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં મહાવીર ટર્નીંગ પાસેથી ઇકો ગાડીમાં ભરેલા શંકાસ્પદ કોપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી.ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર- GJ-16-DK- 7065 ની ભરૂચ તરફથી અંક્લેશ્વર તરફ આવી રહી છે. જે ઇકો ગાડીમા શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે. જે બાતમી આધારે પોલીસે વોચ તપાસ કરતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પક્કડ પાના તથા કટર મળી આવ્યા હતા.
પકડાયેલ ઇસમો પાસે આધાર પુરાવા માંગતા રજુ ન કરી શકતા ચારેય ઇસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પુછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવેલ કે, જયેશ વસાવાની ઇકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનીલ વસાવા તથા રવી એ રીતેના ચારેય જણા ચાવજ પાસે આવેલ વીડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલ પક્કડ પાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટીંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવીને આપવાનો હોવાની કબુલાત કરી હતી. જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલ વજન ૧૩૮ કી.ગ્રા તથા કોપરનની પ્લેટો વજન ૮૪ કી.ગ્રા મળી કુલ ૨૨૨ કી.ગ્રા કોપર કી.રૂ. ૧,૧૧,૦૦૦/- ઇકો ગાડી કિંમત પાંચ લાખ તેમજ મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૧૦,૫૦૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે પોલીસે કુલ રૂપિયા ૬,૨૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી ચારેય ઇસમોને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે…