તવરા પાંચ દૈવી ના પરચા ગુજરાતી પીચર નું લોન્ચિંગ કરાયું
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે અલગ-અલગ ગોત્ર ના આહીર પરિવાર દ્વારા તેઓની કુળદેવી માતાજીના મંદિરે પાંચ દૈવી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને 11 વર્ષ પૂર્ણ થતા 11માં પાઠઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે 11માં પાઠઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ દૈવીના પરચા ગુજરાતી પિક્ચર જે પિક્ચરમાં પાંચ દૈવી મંદિરનો સંપૂર્ણ મહિમા અને મંદિરે આવવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે તેવી એક સ્ટોરી બતાવવામાં આવી છે જે પિક્ચરના દાતા ગામનાજ સામાજિક અગ્રણી ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર જેવોના સ્વખર્ચે આ youtube મુવી બનાવવા જે પણ કોઈ ખર્ચ થયો છે જે તવરા ગામનાજ અગ્રણી ઇન્દ્રસિંહ પરમાર દ્વારા આ એક મુવી પાંચ દૈવીના પરચા મુવી પિક્ચર બનાવવામાં આવ્યું છે જે પિક્ચરને તારીખ 29/ 5 /2024 ને બુધવારના રોજ પાંચ દૈવી મંદિરને 11 માં પાઠઉત્સવ નિમિત્તે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તવરા મંગલમથના મહંત ચેતનદાસ સાહેબ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહીર ગામના ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર નવસારી જિલ્લા આહીર સમાજ ના પ્રમુખ બીપીનભાઈ આહીર સહિતના નામી અનામી વ્યક્તિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પિક્ચર મુવી ને ઇન્દ્રસિંહ પરમાર દ્વારા બટન દબાવી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે પીચર નિહાળવા સમગ્ર જૂનાઅને નવા તવરા સહિત જિલ્લા ભાડમાંથી આહીર સમાજના લોકોના તોરે ટોળા ઉમટી પડ્યા હતા