Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું.*

Share

*NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો અને તેના વચગાળા ના આદેશો બાદ પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં સુધારા ના બદલે પ્રદુષણ માં વધારો દેખાતા ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું.*

અંકલેશ્વર
૩૦/૦૫/૨૪

Advertisement

ગઈ કાલે ૨૯/૦૫/૨૪ ના રોજ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ અને વડોદરા ની પર્યાવરણ સુરક્ષા ની ટીમો દ્વારા NGT કોર્ટ અને માનવાધિકાર આયોગ દ્વારા લેવાયેલ સુઓ-મોટો ના અનુસંધાને અને વારંવાર જ્યાંથી પ્રદુષિત લાલ પ્રદુષિત પાણી નજરે જણાતા સ્થળ પર થી જીપીસીબી, નોટીફાએડ અને ઓદ્યોગિક સમૂહો ના પ્રતિનિધિઓ ને જાણ કરતા અધિકારીઓ અને પદાધિકારીઓ સ્થળ પર આવ્યા હતા.

અગાઉથી જ ચર્ચિત સ્થળ એવા ડેટોક્ષ ઇન્ડિયા પ્રા. લી. ના પાછળ ના ભાગે ઉનાળા ના દિવસો માં પ્રદુષિત પાણી દેખાઈ રહ્યું હતું, આ બાબતે ડેટોક્ષ ઇન્ડિયા પ્રા. લી ના અધિકારીઓ ને પણ સ્થળ પર બોલાવ્યા હતા અને તેમની કમ્પની માંથી આવતા હોવાની શંકા બાબતે તપાસ અર્થે અનેક સ્થળે ઊંડા ખાડાઓ કરતા એ ખાડાઓ માં પણ પ્રદુષિત પાણી ભેગું થયું હતું, જે બીજા દિવસે પણ વધુ માત્રા માં દેખાયું હતું, જેથી આ બાબત ની ફરિયાદ ઉચ્ચસ્તરીય વિભાગો માં લેખિત અને મોખિક કરવામાં આવી છે, આ સિવાય પણ અન્ય સ્થળોએ ખોદકામ કરતા લાલ પાણી નીકળી રહ્યું છે આમ ભૂગર્ભ જળ પ્રદુષિત થયું છે અને તેના સ્તર માં પણ વધારો થઇ રહ્યો છે, ઉનાળા ની ઋતુ માં પીવાના પાણી ના સ્તર નીચે ઉતરે છે જયારે અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં પ્રદુષિત પાણી અનેક જગ્યાએ ૪ ફૂટ ના ખાડાઓ ખોદતા નીકળી આવે છે. ઉનાળા માં આ પરિસ્થિતિ છે તો ચોમાશા માં કેવી હશે એ કલ્પના કરવી રહી.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “કોર્ટ કેશો બાદ પણ ભૂગર્ભ જળ નું આ રીતે પ્રદુષણ થવું એ માનવ સ્વાસ્થ્ય માટે આ એક ગંભીર સમસ્યા છે, આ બાબત ની ઉચ્ચસ્તરીય તપાસ માટે અમોએ લેખિત મોખિક ફરિયાદ કરી છે, આ ક્યાંથી આવે છે ? એ તપાસ કરી સખ્ત કાર્યવાહી થાય એવી માંગ ઊભી થઈ છે


Share

Related posts

કોરોના સામે એર્લટ : ભરૂચની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી ઇનરેકા સંસ્થાન – દેડીયાપાડા ખાતે યોજાશે

ProudOfGujarat

જંબુસરના કારેલી ગામના તલાટીની મનમાની : પૂરતી સેવાઓનો લાભ ન મળતા ગ્રામજનોને અડચણ…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!