ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી ના અભાવે બંધ કરવામાં આવી
રાજકોટની ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી હતી. 28 લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતાં ગેમઝોનમાં તપાસના આદેશ આપ્યાં છે. તો રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદીર-મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યૂશન ક્લાસિસ,થિયેટર, ફુડ માર્કેટ હોસ્પિટલ સહિતના વસ્તી ગીચતાવાળા સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યાં છે. જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે. ત્યારે લોકોમાં પાડાને વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યા છે સુરક્ષાને લઇને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે જ સરકાર દ્વારા આળખ ખંખેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહા છે. ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમઝોન, હોસ્પિટલો, ક્લાસિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમાંય ભરૂચમાં બે ગેમઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારે.એશિયાની સોથી મોટી જી આઇ ડી સી ની ESIC હોસ્પિટલ માજ ફાયર સેફ્ટી ન હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા ESIC હોસ્પિટલ જ્યાં સુધી ફાયર સેફ્ટી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને તાત્કાલિક ધોરણે અન્ય સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા