Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભેસલી ગામેથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો…

Share

ભેસલી ગામેથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો…

ભરૂચ એલ સી બી પોલીસે દહેજ પોલીસ મથકની હદમાં આવતા ભેસલી ગામેથી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા એક બુટલેગરને ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એલ.સી.બી ટીમ દહેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભેસલી ગામમા મસ્જીદ ફળીયામા રહેતા ઉસ્માન મુસા પટેલનાએ ભારતીય બનાવટનો વિદેશી દારુ પોતાના ઘર પાસે સંતાડેલો છે. જે બાતમીના આધારે પોલીસે રેઈડ કરતાં આરોપીના ઘરની પાછળ આવેલ બાથરૂમમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુના બોક્સ નંગ ૧૦ કુલ્લે બોટલ નંગ ૧૨૦ તથા અંગઝડતીના રોકડા રૂપિયા સહીત ફૂલ કિંમત રૂપિયા ૪૪,૪૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ દહેજ પોલીસ મથકના સોંપવામાં આવ્યો છે…

Advertisement

Share

Related posts

સુરતમાં લિફ્ટ તૂટતા એક શ્રમિકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગોધરા પાસે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાઇ રહ્યો હતો..???? ત્યાં જ પોલીસ ટીમ ત્રાટકી..જાણો વધુ.

ProudOfGujarat

અમદાવાદનાં અટલ બ્રિજની ટિકિટ બુક કરાવવા માટે તંત્રએ લીધો આ નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!