ભરૂચ નજીક આઇશર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો, કેબિનમાં ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો…
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર ભરૂચ નજીક સવારે આઇશર ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એક આઇશર ટેમ્પોની પાછળ કન્ટેનર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં કન્ટેનરનો ચાલક કેબિનમાં ફસાઇ જતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ભરૂચ ફાયર વિભાગને થતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી જઇ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ કન્ટેનરના ચાલકને ફાયર કર્મીઓએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ચાલકને 108 માં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો…