રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચ શૈક્ષણિક વિભાગ સફાળું જાગ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ના સાધનોની ચકાસણી કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
ભરૂચમાં શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને ફાયર સેફ્ટી ના સાધનો બાબતે એનઓસી મેળવી લેવા એક પરિપત્ર બહાર પાડી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ દ્વારા તમામ સરકારી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની સ્થિતિ વિશે ચકાસણી હાથ ધરવામાં આવનાર છે, જેમાં ફાયર સેફટીના સાધનો ને એક્સપાયરી ડેટ છે? કે કેમ? જો એક્સપાયર થયેલ સાધનો હોય તો તેનો નિકાલ કરવો તેની જગ્યાએ નવા સાધનો વસાવવા ઉપરાંત જે સ્કૂલના બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય તેમને તોડી પાડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલ છે આગામી સમયમાં ચોમાસુ આવનાર હોય આથી ચોમાસાની સિઝન દરમિયાન કોઈપણ પ્રકારની શાળાકીય સંસ્થાઓમાં આકસ્મિક બનાવ ન બને તે માટે આ પ્રકારના પગલાઓ ભરવામાં આવ્યા છે જર્જરીત ઓરડાઓને દૂર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સાથે ભૂતકાળમાં બનેલા બનાવો ન બનવા પામે તે સહિતની તકેદારી રાખવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજકોટની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે