રાજકોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પિડીતોને ભરૂચના જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે લાખ રૂપિયાની સહાય…
રાજકોટ ખાતે ગેમઝોનમાં સર્જાયેલી કરુણાંતિકા માં 28 જેટલા નિર્દોષ જીવ હોમાઇ જતા સમગ્ર ગુજરાતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે રાજકોટની કરુણાંતિકામાં જીવ ગુમાવનારા નિર્દોષોના પરિવારોને મદદરૂપ બનવા અનેક નામી અનામી સંસ્થાઓ વ્હારે આવી છે. ત્યારે ભરૂચ સ્થતિ સેવાભાવી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમરાને બે લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ પીડિતોના પરિવાર માટે દૂત બની સામે આવ્યું છે. જય શ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફૂલ નહિ તો ફુલની પાંખડી અર્પણ કરી અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામી છે. ચેક અર્પણ કરતી વેળા એલ.બી.પાંડે, જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, ટ્રસ્ટી સુમિત પાંડે અને મિત્ર સંતોષ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા…