Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી…

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી…

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. બે દિવસ અગાઉ બે મહિલાઓ દારૂના જથ્થા સાથે અંકલેશ્વર પોલીસે ઝડપી પડ્યાના સમાચારની શાહી અખબારોના પાનેથી સુકાઇ નથી ત્યાં તો પુનઃ એક મહિલા દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડતા મહિલાઓ દારૂના ગેરકાયદેસર વેપલામાં જોડાઇ રહી હોવાનું રેકોર્ડ પર જાણવા મળી રહયું છે. અગાઉના સમયમાં મહિલાઓ દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલી હતી જ્યારે હવે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેપલા સાથે સંકળાઇને મહિલાઓ પોલીસને જાણે કે પડકાર ફેંકી રહી હોય એમ લાગી રહ્યું છે.

Advertisement

પોલીસે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી વાલીયા ચોકડી વાલીયા તરફ જવાના રોડ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની/મોટી બોટલો કુલ નંગ- ૮૪ કુલ કિ.રૂપિયા ૩૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂપિયા. ૮૦૦૦ મળી કુલ કિ. રૂપિયા ૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે મહિલા આરોપી સવિતાદેવી મેદનીરાય દીપલાલ રાય રહે. જીતાલી તા. અંકલેશ્વર જી. ભરૂચને ઝડપી પાડી તેઓના વિરૂધ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…


Share

Related posts

मिका सिंह, गुरु रंधावा, अपारशक्ति खुराना और रमित संधू भारत को नंबर वन बनाने के लिए भूषण कुमार के समर्थन में आये आगे!

ProudOfGujarat

અમદાવાદ સાયન્સ સિટીમાં પાંચ દિવસ ‘સાયન્સ કાર્નિવલ’ યોજાશે.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા ખેડૂતોને ઉભા પાકોમાં નુકસાન થતા છોટાઉદેપુર સંસદ ગીતાબેન રાઠવાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!