Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો…

Share

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો…

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલા વાહન સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન મળેલ બાતમી આધારે એક આયશર ટેમ્પો નંબર.GJ-16-X-9341 માં લોખંડના ભંગારનુ વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/- મળી આવ્યો હતો. ભંગારના મુદ્દામાલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા તેને સંતોષકારક જવાબ નહી આપતા ઉપરોક્ત મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ જણાઇ આવ્યું હતું. પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ લોખંડના ભંગારનુ વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/- (૨) આયશર ટેમ્પો નંબર. GJ-16-X-9341 ની કિ. રૂ. ૩,૦૦,૦૦૦ /- તમામ મુદ્દામાલ કુલ કિ.રૂ. ૩,૯૮,૦૦૦/- સાથે રમણભાઇ છીતુભાઇ રાઠોડ, રહે.સજોદ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે-8 ઉપર નબીપુર નજીક સ્કોર્પિયો કાર ને અકસ્માત નડતા 1નું મોત તેમજ અન્ય 2 ગંભીર થયા હતા….

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી પર સ્થાનિકોનો ચક્કાજામ યોજાયો હતો-ખરાબ માર્ગ ના કારણે લોકો રસ્તા પર ઉતરી આવી ચોકડી પર ના તમામ વાહનોને અટકાવી ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું….

ProudOfGujarat

પિતા-પુત્ર સામ સામે મેદાનમાં – ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!