ભરૂચ જિલ્લાના વાગરા માં રેસ્ટ હાઉસ ની સામે ઓએનજીસી એસેટ સોલાર પ્લાન્ટ માંથી ત્રણેક દિવસ અગાઉ સોલાર પેનલની નીચે લગાડેલ રૂપિયા એક લાખથી વધુ ની કિંમત નો કોપરના વાયરની ચોરી થઈ હતી બાતમીના આધારે વાગરા પોલીસે કોપર વાયરની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ બનાવની વાગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર વાગરામાં આવેલ રેસ્ટ હાઉસ ની સામે ઓએનજીસી એસેટ પ્લાન્ટ માંથી તા. 23/5/24 ના રોજ સાંજના સમયે અજાણ્યા શખ્સો દ્વારા સોલાર પ્લાન્ટ ની પેનલ નીચે લગાડેલ ૨.૫૦૦ મીટર નો કોપર વાયર જેની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ હોય તે કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયેલ હોય જે બાબતની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમ તૈયાર કરી કોપર ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધર્યા હોય, તે દરમિયાન વાગરા પોલીસને બાતમી મળેલ કે તાજેતરમાં ongc પ્લાન્ટમાંથી કોપર વાયર ની ચોરી કરનાર ત્રણ શકમંદ વાગરા હનુમાન ચોકડીથી આગળ ભરૂચ જવાના રસ્તા પર હોય જે બાતમીના આધારે પોલીસે હનુમાન ચોકડી રોડ પર થી ત્રણ આરોપીઓ (1)અજય રમેશ રાઠોડ ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી રહેઠાણ ભરૂચ દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર પાસે ભરૂચ , (2) અરવિંદ હીરા વસાવા ઉંમર વર્ષ 36 ધંધો મજૂરીકામ રહેઠાણ ભરૂચ દાંડિયા બજાર (3)શૈલેષ મહેન્દ્ર દેવીપુજક ઉંમર વર્ષ 30 મજૂરીકામ કરનાર રહેઠાણ મકાન નંબર 105 સ્ટાર એવન્યુ અંકલેશ્વર ભરૂચ , ને વાગરા પોલીસે હનુમાન ચોકડીવાળા રોડ પરથી ઝડપી લેતા ongc એસેટ સોલાર પ્લાન્ટ માંથી કોપર ચોરી કરિયા ની કબુલાત વાગરા પોલીસ સમક્ષ આપી હતી, પોલીસે વાયર કિંમત રૂપિયા 24000 activa ગાડી નંબર GJ 16 DV 8636 કિંમત રૂપિયા 25,000 સહિતના કુલ મુદ્દા માલ ₹1,00,000 નો કબજે કરી આઈપીસી કલમ 379 મુજબ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે