Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કાળઝાળ ગરમીથી પોલીસને બચાવવા સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ

Share

ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કાળજાળ ગરમી માંથી ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચ બત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા આજે સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ પર સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ આ તકે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઇન્ટ પર કાર્ય કરતી પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરુચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઇન્ટ પર દરેક પોલીસ મથક પર બંબાખાનાથી માંડી ઝાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઇન્ટ પર ઉભેલા પોલીસને ઠંડા પીણા નું વિતરણ કરવામાં આવ્યું છે. સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમોને મળી રહ્યો છે અમારી સંસ્થા જીવ દયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા છે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાત મંદો સુધી પહોંચ્યું છે આજે ભરૂચનું કોઈ પણ પોલીસ મથક કોઈપણ ટ્રાફિક પોઇન્ટ તા પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખી દરેક સ્થળ પર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવ્યા છે.

Advertisement

.


Share

Related posts

ઇન્ડિયન રેડક્રોસ હોલ, ગોધરા નગરમાં ભવ્ય મુશાયરાનું આયોજન કરાયું.

ProudOfGujarat

વાંકલ : જનજાગૃતિ સુરક્ષા મંચ સુરત દ્વારા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસક ઘટના ઘટી તેના વિરોધમાં સુરત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઘાનપોર ગામે લટાર મારતો દીપડાનો પાંજરામા કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!