Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં શેલ્ટર ઓન વ્હીલની બે બસોના લોકાર્પણની તૈયારી શરૂ

Share

 

ભરૂચ નગરપાલિકા શહેરી વિસ્તારમાં રખડતાં ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન મળે તેવા હેતુસર નાઇટ શેલ્ટર ઓન વ્હીલની રાજ્યમાં પ્રથમ અનોખી યોજના શરૂ કરવા જઇ રહી છે.જેમાં બિન વપરાશી એસટી બસને રિનોવેશન કરાવી નિરધારો માટે રાત્રી રોકાણ માટેની અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો તૈયાર થઇ જતાં હવે તેના લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

ચોમાસુ હોય કે શિયાળું બારેય માસ રોડની સાઇડમાં ફુટપાથ પર સુતા ઘર વિહોણા લોકો માટે પાલિકાએ એક આશ્રય સ્થાન ઉભું કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. એસટી વિભાગ પાસેથી બિનવપરાશી એવી જૂની બસ લઇને તેને શેલ્ટર હોમમાં પરિવર્તિત કરાઇ છે.

પ્રાયોગિક ધોરણે બે બસોને અંદાજિત 6 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવી છે.બન્ને નાઇટ શેલ્ટર બસોને રેલવે સ્ટેશન પાસેના પાર્કિંગમાં મુકવામાં આવશે. પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, ગરીબ લોકોને રાત્રી રોકાણ માટે સુવિધા મળી રહે તેવો રાજયનો આ પ્રથમ પ્રોજેકટ છે. આગામી ટુંક સમયમાં બંને બસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ બસોનો દુર ઉપયોગ ન થાય તે માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવશે.

ભરૂચ વિસ્તારના નિરાશ્રિતો માટે તૈયાર કરાયેલી શેલ્ટર ઓન વ્હીલની બે બસો લોકાર્પણ માટે તૈયાર છે. -રાજેશ પેઇન્ટર

બસમાં શું સુવિધા હશે

મહિલા અને પુરૂષ માટે અલગ અલગ બસ

એક બસમાં 10 વ્યક્તિઓ માટે પથારીની વ્યવસ્થા

દરેક પથારી માટે ગોદડા, ચારસો, તકિયું

લાઇટ, પંખો અને પીવાનું પાણી


Share

Related posts

નડિયાદમાં જર્જરિત બે દુકાનોનો સ્લેબ ધરાશાયી થયો.

ProudOfGujarat

નર્મદામાં ગુટકાનાં જથ્થા સાથે મોટી રાવલનો સરપંચ ઝડપાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ચૈતર વસાવા વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!