ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતની કચેરીમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા એક તબક્કે મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ………………………… ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામ ખાતે આવેલી ગ્રામ પંચાયતની કચેરીમાં મધ્યરાત્રીના એકાએ કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જવાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં દોડધામ મચી જવા પામી હતી રાત્રિના ગ્રામ પંચાયતમાં આગ લાગવાની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ દોડી આવ્યા હતા. પોતાની રીતે પાણીનો મારો ચલાવ્યો હતો જો કે આગ ભયંકર હોવાના કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ઝઘડિયા જીઆઇડીસી ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એમને પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે ગ્રામ પંચાયતના હોદ્દેદારો પણ દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જો કે પંચાયતમાં રહેલા તમામ કાગળો રેકોર્ડો સળગી ગયા હોવાથી મોટું નુકસાન થયું હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે આ આગના કારણે ગ્રામ પંચાયતમાં કાગળો તેમજ ફર્નિચર સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આગ લાગવા પાછળનું કારણ માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટ થઈ શકે છે જોકે હાલ તો ગ્રામ પંચાયતમાં કયા કારણોસર આગ લાગી તેની વિગતો બહાર આવી નથી પરંતુ આગ લાગવાના કારણે ગ્રામ પંચાયતમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે ગામના સરપંચ તલાટી સહિત સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ કયા કાગળો સળગી ગયા છે અને કયા બાકી છે તેની તપાસ થયા બાદ સમગ્ર વિગત બહાર આવશે એ કયા રેકોર્ડ સળગી ગયા છે અને કયા રેકોર્ડ બાકી રહ્યા છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતની કચેરીમાં અગમ્ય કારણોસર આગ લાગી
Advertisement