અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડીકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમિક્ષા કરવામાં આવે તો, આપણે સૌ જાણીએ છીએ તેમ જન સામાન્યના સર્વાંગી સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતા ઓછી છે. ભૌતિક જીવનની અસિમિત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એષ્ણાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ, સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યો છે.
આજના સમયમાં તણાવ, જીવનશૈલી, આહારની અનિયમિતતા, બેઠાડું જીવન, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો અમર્યાદિત ઉપયોગ, પ્રદુષણ, નશીલા દ્રવ્યોનું સેવન, ધુમ્રપાન, અપૂરતુ પોષણ, સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા, જેવા અનેકો કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ ક્ષત્રુઓ છે જે પ્રતિપળ આપણને અસ્વસ્થ બનાવવા તૈયાર હોય છે.
આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉપલી અધિકારીઓની સૂચના ને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવાર માટે અંકલેશ્વર ખાતે આવેલ હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારે આ કેમ્પનો લાભ લીધો હતો