ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરાયું…
ભરૂચ ભાજપ દ્વારા મમતા બેનરજીના પૂતળાનું દહન કરાયું હતું. પશ્ચિમ બંગાળ હાઇકોર્ટ દ્વારા મમતા સરકારના ઓબીસી અનામતના મુદ્દે આપેલા ચુકાદા સામે મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરવા સાથે મુસ્લિમ અનામત માટેના આપેલા નિવેદન વિરુદ્ધ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપ પદાધિકારીઓ સહિત કાર્યકરોએ એકત્ર થઇ મમતા બેનરજી વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી મુક્યું હતું. સમગ્ર દેશમાં ભાજપ દ્વારા
સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ઓબીસી અનામત સામે હાઇકોર્ટના આદેશ બાદ આ મુદ્દે સુપ્રીમમાં જવાની વાત મમતા બેનરજીએ કરી મુસ્લિમ અનામત વિશે વાત કરતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત ભરૂચ ખાતે પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજી મમતા બેનરજી વિરુધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મમતા બેનરજીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…